રિફંડ નીતિ
PDF કે ઈ-બુક એકવાર મળી જાય પછી પાછી આપી શકાતી નથી, એટલે ડિલિવરી પછી અમે રિફંડ આપતા નથી. અમારી તરફથી કંઈ ગડબડ થાય તો અમે સુધારીએ છીએ કે પૈસા પાછા આપીએ છીએ.
ડિલિવર થયેલી ફાઇલ પર રિફંડ નથી
ડિજિટલ ફાઇલ પાછી આપી શકાતી નથી. ડાઉનલોડ તમને મળી જાય પછી વેચાણ પાકું ગણાય છે. કૃપા કરીને ખરીદતા પહેલાં પ્રોડક્ટ પેજ પરનું વર્ણન અને નમૂનાનાં પાનાં વાંચી લો.
અમે ક્યારે મદદ કરીએ છીએ
પૈસા કપાયા પણ ડાઉનલોડ ન મળ્યું, એક જ PDF માટે બે વાર પૈસા કપાયા, અથવા ફાઇલ ખૂલતી નથી, તો 7 દિવસમાં અમને લખો. આ ત્રણેય અમે અમારા રેકોર્ડ જોઈને અને ફાઇલ તપાસીને જાતે ચકાસી શકીએ છીએ. અમે સાચી ફાઇલ મોકલીશું, અને ન મોકલી શકીએ તો પૂરા પૈસા પાછા આપીશું.
કેવી રીતે જણાવવું
જે ઇમેઇલથી ખરીદ્યું હતું તેનાથી [email protected] પર લખો. ઇમેઇલ આપ્યો ન હોય તો ઓર્ડર નંબર કે Razorpay ચુકવણી ID જણાવો. અમે થોડા કામકાજના દિવસોમાં જવાબ આપીએ છીએ.
પૈસા કેવી રીતે પાછા આવે છે
મંજૂર થયેલું રિફંડ Razorpay મારફતે તમે જે UPI એપ, કાર્ડ કે બેંક ખાતાથી ચૂકવ્યું હતું તેમાં જ જાય છે. તમારી બેંક પ્રમાણે તે સામાન્ય રીતે 5 થી 7 કામકાજના દિવસમાં પહોંચે છે. રિફંડ થતાં જ ડાઉનલોડ લિંક બંધ થઈ જાય છે.
મફત ટૂલ્સ પર અસર નથી
કન્વર્ટર, ટાઇપિંગ ટ્યુટર અને છાપવાના ચાર્ટ મફત જ રહે છે. આ નીતિ ફક્ત સ્ટોરમાંથી ખરીદેલી PDF અને ઈ-બુક માટે છે.